Gujarati Quote in Shayri by Hetal Togadiya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav
વિષય : ધ્યાન એજ પ્રેમ
મા જયારે તેના બાળક ને સ્તનપાન કરાવે છે
અને મા જે પ્રેમ અનુભવ કરે છે એ ધ્યાન છે.
કોઈ ને કઈ પણ આશા વગર મદદ કરીને
જે આનંદ મળે એ આનંદ ધ્યાન છે.
કોઈ ભૂખ્યા -તરસીયા ને ભોજન કરાવી ને
જે ખુશી મળે છે એ ખુશી ધ્યાન છે.
આખા દિવસ માંથી ફક્ત ૫ મિનટ
પોતાના મનની સાથે વાત કરીને તેને સાંભળવું તે છે ધ્યાન.
ખળખળતા પાણી નો આવાજ,કલરવ કરતા પક્ષીઓ નો આવાજ
સાભળીને જે આનંદ આવે છે તે છે ધ્યાન છે.
આખા દિવસ મા કોઈ નું દિલ ન દુભાઈ
અને મનમાં કોઈ સારો વિચાર આવે તે છે ધ્યાન.
પોતાના કરેલા કામ માંથી જે સંતોષ
મળે છે એ સંતોષ ધ્યાન છે .
કલાકો સુધી આંખ બંધ કરીને બેસી
રહેવુ જ ધ્યાન ના કહેવાય
કોઈ મનથી હારેલા- થાકેલા ની સાથે વાત-ચિત કરીને
એનુ દુઃખ હળવુ કરવું એ ધ્યાન છે.
પ્રેમી એની પ્રેમિકા ને મળવા માટેની
રાહ જોવે છે ,એ સમય નો જે આનંદ આવે છે એ સમય ધ્યાન છે.
-હેતલ પટેલ

Gujarati Shayri by Hetal Togadiya : 111033585
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now