આગાહી વગરનું વાવાઝોડું છે વ્હાલી દિકરી.. અમસ્તો કારણ વગરનો મધુર કલબલાટ છે આ દિકરી.. અમથી અશાંતિ માં પણ વ્હાલો રણકાર છે મારી દિકરી.. મારાં હૈયાં ની છોળોમાં પમરાતી, મહેંકતી વ્હાલી દિકરી.. 'ચૂપ રહે' અેમ કહેવા છતાં પણ મધુરી બકવાસ કરતી જ રહેતી વ્હાલી દિકરી.. મા નાં હૈયાં નાં રૂદન નું મધુરું સ્મિત છે વ્હાલી દિકરી.. આખાં દિવસ નાં પપ્પા નાં થાક નું એકમાત્ર ઓષડ છે આ વ્હાલી દિકરી.. પરિવાર નાં પારેવડાં ની પ્રીત નું પ્રમાણ છે દિકરી.. સાસરી માં પિયર નાં પ્યાર નો પાલવ છે આ દિકરી.. બંને ઘરનાં આજીવન શ્વાસ છે આ વ્હાલી દિકરી.. મીસ મીરાં..