હું જીવતા જીવતા જાણે મરી રહ્યો હતો,
હું જીતતા જીતતા જાણે હારી રહ્યો હતો,
સંબંધો નિભાવતા નિભાવતા થાકી રહ્યો હતો,
બધાને સમજવામાં જાણે હું મને ભૂલી રહ્યો હતો,
પ્રયત્ન કરું છું કે બધાને જાળવી રાખું, સાચવી રાખું,
પણ આ જ સાચવવામાં હું એકલો પડી રહ્યો હતો...
મારા થકી કોઈ દુખી ના થાય હવે તો એ જ ધ્યેય,
આ ધ્યેય ની પૂર્તિમાં જીવન ખપાવી રહ્યો હતો...!!!
#sweetbeatfrdzzzzz