#kavyotsav
આમ અચાનક જ તેમને બધું કહેવાઇ જાય છે
અને તેમની સામે આવતાં જ અચાનક હોઠ સિવાઇ જાય છે;
ક્યારેક ક્યાંક પાંદડી પણ ખરે તો હો હા થઇ જાય છે
અને ક્યાંક ચૂપચાપ વૃક્ષો મૂળ સહિત ઉખડી જાય છે;
વહી જતા સમયમા્ જાણે જીંદગી આખી ખોવાઇ જાય છે
તો ક્યાંક એકાદ ક્ષણમાં એ જીંદગી પાછી જડી જાય છે;
કુદરતની એ જ છે કમાલ કે દોસ્તો
જે આગ જીવનભર સહુનું પેટ ઠારે છે
તે જ છેવટે સહુને પોતાનામાં સમાવી જાય છે!!!
---Nruti Shah...