દેવભૂમિ દ્વારકા...
કેટલી સુંદર જગ્યા... ગોમતી ઘાટ... અહાહા... બાર આવાની ઈચ્છા ના થાય...બીચ...wow... કેટલો clean... સુદામા સેતુ, રુક્ષમની દેવી નું મંદિર, નાગેશ્વર મહાદેવ, બેટ દ્વારકા કહો કે ભેટ દ્વારકા... દ્વારકાધીશ નું મંદિર ને એમાં કેટલા તેજસ્વી એવા દ્વારકાધીશ... આખો ઠરી.. મગજ શાંત થયું... જાણે આટલી ભીડ માં પણ કોઈ જ નહીં... હું ને મારો વ્હાલો જ હતા... સન્મુખ દર્શન કર્યા... કઈ માંગવું નથી..કઈ કેહવું નથી.. બસ તને જોતી રહું... તું બોલાવે તો હાલ તારી પાસે આવી જવ... બધું જ મૂકી તારી પાસે બેસી રવ... દાસી ગણ.. ભક્ત ગણ.. કે તારી બેની ગણ... કેટલો સુંદર અહેસાસ... !મારી આખો માં એમની છબી લઈ ને આવી છું... આ છે આપણા યાત્રા ના સ્થળો નું મહત્વ... સાક્ષાત્કાર કરવી દે... શાંતી મળે..પોઝિટીવીટી અખૂટ મળે...કયારેક જવાય ને અચૂક જીવાય...