Gujarati Quote in Quotes by Kamlesh

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

...# આજનો ટિનેજર #...

શિક્ષા ગ્રહણ કરવાની ઉંમરે 'અટ્રેક્શન'માં આંધળો બન્યો છે. ભણતર, કામધંધો બાજુએ મૂકી પ્રણયની દુનિયામાં વિચારતો થયો છે. અહાહા શું હાઇબ્રિડ નસલ હો બાકી...હું એમ નથી કહેતો કે આ સારું છે કે આ ખરાબ છે... મને એનાથી કોઇ સંબંધ નથી, કે કોઇ આપત્તિ પણ નથી.
બસ એની એક વાત પર મને ઐતરાજ છે. કે એક છોકરીએ ના પાડી દીધી કે સાહેબ ચાલ્યા આત્મહત્યા કરવા. એ કરે એ પ્રેમ... અને એના માવતરે જન્મથી લઇને અત્યાર સુધી આટલા લાડ-કોડ-જતનથી ઉછેર્યો એ પ્રેમનું આ ચાર દિવસના અટ્રેક્શન સામે કોઇ મૂલ્ય નહિં??? નાનપણથી બેનડી વિરા-વિરા કરીને તૂટી પડી એ સાવ વ્યર્થ???
કાં તો ફેંકી દીધું એ ઇનકાર કરનાર પ્રિયતમા પર એસિડ... બસ આટલું જ??? એક ના શું પાડી દીધી, બધો પ્રેમ હવા થઈ ગયો??? પ્રેમ-અમન-શાંતિ નો ફરિશ્તો એકાએક રાક્ષસ બની ગયો???
અરે પ્રેમનો સાચો અર્થ છે ત્યાગ... સામેવાળાની ખુશીઓમાં પોતાની ખુશી...
આ છે સાચો પ્રેમ... બાકી બધો વહેમ...
પરંતુ આ બધાં માટે એકલો ટિનેજર જવાબદાર નથી. અમુક હદે માવતર પણ એટલા જ જવાબદાર છે..
આજનો ટિનેજર એ ટિનેજર રહ્યો નથી. તે વહેલાસર સમજણો થઈ ગયો છે. ૧૪ કે ૧પની ઉંમરે તે એડલ્ટ થઈ ગયો છે. તેની આ વહેલાસરની પુખ્તતાને માબાપે સમજવી જોઈએ. એટલે માબાપે ટીનેજરોને પોતાનાં જૂનાં મૂલ્યોનુ ધોંસરું તેને ગળે વળગાડવાને બદલે તેની સારા-નરસાને પારખવાની વિવેકશક્તિ ઉપર ભરોસો રાખવો જોઈએ. તેનામાં જે વિવેકશક્તિ છે તેનાથી તે દરેક સંયોગોને નીપટી લેશે. તેનામાં વાલિયા-લુટારામાંથી વાલ્મિકિ ઋષિ બનવાની ભરપૂર શક્યતા છે. તમામે તમામ તરૂણોના માંહ્યલામાં મહત્ત્વાકાંક્ષાના ચરૂ ઉકળતા હોય છે તે ફરી ફરી કહેવું પડે છે. આજે યુવાનોની મહત્ત્વાકાંક્ષાની ક્ષિતિજો વિસ્તારવાની છે. માત્ર બાળકોએ નહીં માબાપે પણ ક્ષિતિજો-વિસ્તારવાની છે.
તો શું કહો છો મિત્રો..???
તમારી આસ-પાસના એક ટિનેજર ને જવાબદાર બનાવશો કે નહીં???
એકલા હાથે આખી પેઢી તો નહીં સુધારી શકું, પણ આપ સૌના સાથ થકી એકે એકે એકવીસ કરોડ ને એક નવી રાહ મળશે... એક માવતરનો દિકરો કે દિકરી કમોતે નહીં જાય. એક બેનનો ભાઇ કે એક ભાઈની બેન આમ વિખૂટા નહીં થાય...અને આ શક્ય થશે આપણા સૌ ના એક વામન પ્રયત્ન થકી...

કરશો... ને...???

Gujarati Quotes by Kamlesh : 111032659
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now