મિત્રો
મારા હાથમાંથી સોય ખેંચી દોરો પરોવી
મારી ફાટેલી જીંદગીને સીવી દે એ તું જ તો છે યાર
પાર્ક કરેલ મારી ગાડી જોઈ મને ભીડમાંથી
પણ શોધી લે છે એ તું જ તો મારો યાર
સ્થળ‚ દિશા‚ સરનામાં હું બદલાતી રહું ને‚
આંગણિયો બની મને શોધી લે એ તું જ તો છે યાર
તબિયત મારી બગડે ને બીમાર તું પડે
એ જ તો તું જ તો છે યાર
બોર્ડ એક્ઝામ મારી દીકરીની હોય ને
હનુમાન ચાલીસાનાં પાઠ તું ભણે એ તું જ તો છે યાર
તકલીફમાં જો હું હોઉં તો જોજનો દૂર \ધબકારા તું ચૂકે એ જ તો તું જ તો છે યાર
વર્ષો સુધી ક્યાંક ગુમ રહે ને ખરા સમયે
અલાઉદ્દીન ની જેમ તું આવી ચડે એ તું જ તો છે યાર
#Kavyotsav