#Kavyotsav
'પ્રેમ'
પતંગિયું ભરવા આવ્યું હતું જીવનમાં મારા રંગ,
થયું લાવ ને ચાલી જોવું થોડું પતંગિયાં ને સંગ...!!!
ચાલતા ચાલતા થઈ ગયો આખો એનો એને સંગ,
છતાં સમજી ના શકાયો એનો આખો આ રંગ...!!!
દિલ આપ્યું, લાગણીઓ વહેંચી મારી એને સંગ,
છતાં એનાથી બોલાયું કે કેમ રહ્યો તું મારે સંગ...!!!
હું બન્યો જીવંત, અમૂલ્ય રહી એને સંગ,
કદાચ એટલેજ એને ના દેખાયો આ મારો રંગ...!!!
આજે પણ હું યાદ કરી તરસુ એના પ્રેમ ને રંગ,
પણ એ ક્યારેય નહીં હોય જીવનમાં મારે સંગ...!!!
હવે તો એકજ આશ થાય અંત એની યાદો સંગ,
જીવન પુર્ણ કરવું એ જ માત્ર જીવનનો એક રંગ...!!!
એના માટે નવું ફુલ એ એના જીવનનો એક રંગ,
મારા માટે બસ અંત સમયની રાહ એ જ એક રંગ...!!!
મળજેને પતંગિયા ફરી નવી જિંદગીમાં મારે સંગ,
હું જાઉં છું અનંત એકલતા ના સથવારે એના સંગ...!!!
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...