જુદી છે મજાની ગણતરી બધાંની
જુદી ગણતરીમાં છે ઘણી ભૂલો સમાણી
નથી કોઈનું કાંઇ લેવું, નથી કોઈને કાંઇ દેવું
એવી તો ક્યાં છે ખુદદારી, તમારી અને અમારી !
જયાં છે સરવાળા કરવા ત્યાં ભાગી દીધું છે
આવી તો છે આ કાંઇક હોશિયારી અમારી!
સંબંધોમાં ગણતરી જોઈ જોઈ ને થાક્યો
ગજબ છે હંમેશા કસોટી તમારી!
અમીર હોય કે હોય ગરીબ, જરૂરિયાત તો એ જ
છે બે ટંક ભોજનની બધાંની બધાંની
થાક્યો છું ઘણો પણ ન હાર માનું કદાપિ
આવી તો છે કાંઈ અનેરી હિંમત અમારી
મીટાવશે તો મીટાઈ પણ જઈશું
પણ ફરી પાછા ઉગવાની જરુર છે તૈયારી અમારી
તારા દુ:ખોને દઇ દે, રાખી લે બધાંય સુખ મારા
છે બોલ તારી આવી સરળ તૈયારી?
છે શૂન્ય જેવું બીજું નજરમાં તારી સાગર ?
કાંઈ આપ્યાં વિના વધારે દે છે કિંમત બધાંની
જુદી છે મજાની ગણતરી બધાંની
જુદી ગણતરીમાં છે ઘણી ભૂલો સમાણી
-સાગર બી.ઓઝા