Gujarati Quote in Whatsapp-Status by Simran Jatin Patel

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.


?ૐ સાંઈરામ...?

તું જ મારી શ્રદ્ધા છે...
તું જ મારી સબુરી છે...

હું જ્યારે કમજોર બનું...
તું મારી તાકાત બની આવ...

હું જ્યારે ડગમગી જવ...
તું મારો પાયો બની આવ...

હું જ્યારે ગભરાઈ જવ...
તું મારી હિંમત બની આવ...

હું જ્યારે રડતી હોવ...
તું મારું સ્મિત બની આવ...

હું જ્યારે ધૂંધળું દેખતી...
તું મારી દ્રષ્ટિ બની આવ...

હું જ્યારે અચકાઈ જવ...
તું મારો વિશ્વાસ બની આવ...

હું જ્યારે અધીરી બનું...
તું મારુ ધૈર્ય બની આવ...

હું જ્યારે નાદાન બનું...
તું મારામાં સમજ બની આવ...

હું જ્યારે યુદ્ધ માં હોવ...
તું મારી ઢાલ બની આવ...

હું જ્યારે ઠોકર ખાઈ પડતી...
તું એક હાથ બની સહારો બની આવ...

હું જ્યારે તણાઈ જતી હોવ...
તું ત્યારે મારી આગળ પાડ બની આવ...

હું જ્યારે ખુશ હોવ...
તું એક ટીપું આંશુ બની આવ...

હું જ્યારે ઉદાસ હોવ...
તું એક હસીભરી ઝલક બની આવ...

હું જ્યારે મુંજાયેલી હોવ...
તું એક સુજાવ બની આવ...

હું જ્યારે ગૂંગડાતી હોવ...
તું મારો ચૈન બની આવ...

હું જ્યારે બેધ્યાન બનું...
તું મારી મંજિલ બની આવ...

હું જ્યારે અસંતૃષ્ટ હોવ...
તું મારી તૃપ્તિ બની આવ...

હું જ્યારે પ્રેમમાં હોવ...
તું મારી લાગણી બની આવ...

હું જ્યારે નફરત બનું...
તું અમૃત બની વરસ...

હું જ્યારે નિરહૃદયી બનતી...
તું મારામાં કરુણા બની આવ...

હું જ્યારે ભૂખી હોવ...
તું મારામાં સંતોષ બની આવ...

હું જ્યારે તૂટતી હોવ...
તું મારામાં અજોડ બની આવ...

હું જ્યારે વિખરાઈ જાવ...
તું મારો કણકણ બની એક બની આવ...

હું જ્યારે કાંઈ શીખતી હોવ...
તું એમાં એક અનુભવ બની આવ...

હું જ્યારે રાહ દેખતી હોવ...
તું એક એક પળ બની આવ...

હું જ્યારે અશાંતિ અનુભવતી...
તું મારી એક શાંતિ ની લહેર બની આવ...

હું જ્યારે અંધકાર માં હોવ...
તું એક રોશનીનું કિરણ બની આવ...

હું જ્યારે લાચાર બનું...
તું મારો અગાઢ સાથ બની આવ...

હું જ્યારે હાથ જોડતી...
તું મારી પ્રત્યક્ષ આવી ઉભો રે...

હું જ્યારે એકલી હોવ...
તું એક દોસ્ત બની આવ...

હું જ્યારે શ્વસતિ હોવ...
તું મારો હર એક શ્વાસ બની આવ...

હું જ્યારે જન્મ લવ...
તું મારુ પહેલું રૂદન બની આવ...

હું જ્યારે દીકરી બની...
તું મારામાં બધા પ્રત્યે નો સ્નેહ બની આવ...

હું જ્યારે બહેન-સખી બની...
તું મારી સંપ ને સાથ બની આવ...

હું જ્યારે દુલહન બનું...
તું મારો શણગાર બની આવ...

હું જ્યારે પત્ની બનું...
તું મારામાં શરમરૂપી ઘરેણું બની આવ...

હું જ્યારે વહુ બનું...
તું મારી ઈજ્જત બની સાથે રહે...

હું જ્યારે માં બનું...
તું મારામાં માતૃત્વ બની આવ...

હું જ્યારે ભક્ત બનું...
તું મારામાં ભક્તિ બની આવ...

હું તો અહીં માત્ર તારો મહિમા જે અગણિત છે...
તેનો એકમાત્ર અંશ જ વર્ણવી રહી છું સાંઈ...
કેમકે તારો અપ્રિતમ અલોકિક મહિમા જ...
ક્યાં હજી સુધી કોઈ જાણી શક્યું છે...

હે સાંઈ...
તું જ મારી શ્રદ્ધા...
ને...
તું જ મારી સબુરી...

?ૐ સાંઈરામ?

#સાંઈ સુમિરન....





Gujarati Whatsapp-Status by Simran Jatin Patel : 111032036
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now