#Kavyotsav
'મારો પ્રશ્ર'
મારી આંખો માં આંખો પરોવીને
તું શા માટે વાત ન કરી શકે?
એવી તો કઈ વાત છે જે
તને મારાથી છૂપાવવી પડે?
તું મને છેતરે તો વાંધો નથી,
પણ તું તારી જાતને શા માટે છેતરે છે?
મને સંશય થાય છે મારી જાત પર,
એવો તો કયો વાંક તને મારો દીસે છે ?
છે મારા માં પણ ખામીઓ ઘણી,
શું થોડી ખૂબીઓ ની પણ તને ઈર્ષા થાય છે?
ડૉ.સેજલ દેસાઈ