લાગણી
જીંદગી સૂની થઇ ગઇ તમારા ગયાં પછી ,
લાગણી બૂઠી થઇ ગઇ તમારા ગયાં પછી .
પ્રેમ ના મેધ વરસાવતી બારે માસ, તે ,
વાદળી સૂકી થઇ ગઇ તમારા ગયાં પછી .
વૃધ્ધ થઇ ગયું તન , પણ મન સાબૂત છે ,
લાકડી સૂની થઇ ગઇ તમારા ગયાં પછી .
મૌ ઉઠાવી ને ફરતા હતાં જે જગ્યાં એ ત્યાં ,
સાદડી ટૂકી થઇ ગઇ તમારા ગયાં પછી .