_#Kavyotsav_
/ *પ્રેમ* /
ભાવનાઓ નાં વાદળો માં ઉડતું.... છાનો કલબલાટ કરી હૈયાં નેં વલોવતું .._
સંગીતમય મન નાં તારો નેં છંછેડતું
હૃદય ની મૂક વાચા ઓ નેં વખોડતું
અેક નાનકડું છતાં પણ અનંત
અપાર,પ્રગાઢ અનેં તોફાની સમંદરનેં પણ હંફાવતુ
લાગણીઓ નું ઘૂધવતું તોફાન
એટલે જ પ્રેમ ની ઓળખાણ
જેમાં વરતાય છે સંવેદનાનો અફળાટ
પરિણામો માં પછડાટ
પણ સફળતાનો સળવળાટ
અનેં આકાંક્ષા ઓ નો અલૌકિક તરવરાટ
_મીસ મીરાં