Gujarati Quote in Shayri by nihi honey

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું સુતો  હોઉં ને તારી  લટ મારા મ્હો પર સરે એ મને ગમે, 
મારી ઉપર તું  ક્યારેક સાવ ખોટી દાદાગીરી  કરે એ મને ગમે. 

મને સહેજ કઈ થાય ને
તારો જીવ બહુ બળે એ મને ગમે, 
મને મોડું  થાય ને તને મારા  પર
બહુ ગુસ્સો ચડે એ મને ગમે.

નાની નાની વાતોમાં  મને  તારી  બહુ જરૂર  પડે એ મને ગમે, 
તું મારા વાંક ગુનાઓ ભૂલી જઈને મારા પર મરે એ મને ગમે. 

હું સંતાઉ ને તું  મને શોધવા
રઘવાયી થઈને ફરે એ મને ગમે, 
રોજ ઝગડીએ ને તોય તું  મને  તારો પોતાનો ગણે એ મને ગમે.

તું બસ ખોવાયેલી હોય મારામાં જ પ્રત્યેક ક્ષણે એ મને ગમે, 
કશું સારું ના હોય તોય બધું સારું છે કહી મને છળે એ મને ગમે.

આપણા બંનેના પ્રેમની મિસાલ અપાય ઘરે ઘરે એ મને ગમે..
ચાલ, જતું કરી બધું આવીએ એકમેકની ખૂબ નજીક એ મને ગમે...

Gujarati Shayri by nihi honey : 111030055
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now