એક સુંદર ઉપવનની હરણી છે,
મનમોહિની એ મૃગનયની છે...
કાયા જાણે આરસ કેરી ભાત છે,
જુલ્ફ જાણે કામણગારી રાત છે...
હ્રદય વિંધતી કાતિલ એ મુસ્કાન છે,
કાળજું ચિરતી કેવી કોમળ કટાર છે...
મારી 'અનોખીપ્રિત' અજબ કહાણી છે,
જાણી જાણી ને સાવ અજાણી છે...
જાણે મારી બાહોંમાં એ હમણાં છે,
કેવાં સુંદર મારા આ શમણાં છે...