જીવનની મુળભુત જરુરીઆતો માણસને રોટી કપડાં ને મકાન હોયછે પણ સૈથી પહેલી તેની જરુરીઆત રોટીછે આજનો છોકરો મોટો થઈને સારુ એજયુકેશન લેછે ત્યારબાદ પણ તેને સારી નોકરી નથી મળતી જયાં ને ત્યાં તેના ભણવાના બાયોડેટા ફેરવતો હોયછે પણ કયારેય કોઇપણ જગ્યાએથી યસનો જવાબ આવતો નથી કે તેને કોઇ કંપનીવાળા કહેતા નથી કે તમે કાલથી ઓફિસે આવી જશો બસ એક નિરાશા સાથે એક છોકરી તેનો બાયોડેટા એકથી વધુ કંપનીઓમાંથી આપીને પરત ઘેર પાછો ફરેછે તેના તેને પુછેછે કે કેમ બેટા કોઇ નોકરી મળી કે નહિ! છોકરો કોઇપણ જવાબ આપ્યા વગર પોતાની રુમમાં જઇને સુઇ જાયછે પણ તેને હવે તેની ઉંઘ ગાયબ થઈ ચુકીછે જમવાનુ ભાવતુ નથી કોઇને મોં બતાવી શકતો નથી ચાર જણની વચ્ચે તે બેસી શકતો નથી ને તેના મગજમાં ભયંકર વિચારો દોડી રહયાછે બસ ઘણીવાર આવી જીંદગી ઉપર તેને નફરત થઈ આવેછે કે શા કામનુ મારુ આ ભણતર જે મારી એક જીંદગી નથી બનાવી શકતું કાશ હું વધુ ભણ્યો જ ના હોત તો...બસ આજના યુવાનનો આજ મોટો પ્રોબ્લેમછે જે કયારે હલ થશે છોકરીઓવાળા પુછતા હોયછે કે છોકરો કેટલુ ભણેલોછે! પણ શુ કરવાનુ આવા ભણતરને કે બે ટંક જમવાનુ પણ ના આપી શકે તો આવેલ પારકી છોકરીને મારે શુ ખવડાવવું! આમ હતાશ પામેલા આજના છોકરા પછી ખોટી સોબતે ચઢી જાયછે ને પછી તેને પરત આવવાનુ કયારેય દેખાતુ નથી દારુ જુગાર જેવા ભયંકર ટેવો તેમનામાં એક ઘર કરી જાયછે પછી લોકોને એક કહેવાનુ મળી જાયછે કે ભણ્યો પણ કંઇ કરતો નથી ને ખોટી લાઇને ચઢી ગયોછે આમાં બિચારા આવા છોકરાઓનો શો વાંક..!