Gujarati Quote in Whatsapp-Status by Hina Modha

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# Expectations......

આપણી અપેક્ષા ઓ કેટલી સ્વાર્થી હોય છે ને,હમેંશા બીજા ઓ પાસેથી એક્સરખુજ માન, સન્માન,પ્રેમ,લાગણીઓ બધું પામવાની ઈચ્છા ઓ થયા કરતી હોય છે એ પણ એક સંતુલન માં... જરા પણ ઓછું વધારે થાય એ આપણે થોડુંક પણ ચલાવી શકતા નથી ને સામે વાળા ને હતો નતો પણ કરી દઈએ મન ને દિલ માંથી...જ્યારે નફરત ,ગુસ્સો એ બધા તો અપેક્ષાવિહીન છે તેથી એ તો સહન જ ના કરી શકીએ...પણ કેમ આવું આપણે કરીએ છીએ??..શુ કામ આ સંતુલનો ગુમાવીએ છીએ જ્યારે ખબર જ છે કે આ દુન્વયી દસ્તુર માં કોઈ વસ્તુ પૂર્ણ નથી કે એકસરખું વહેતુ કે વર્તતું રહેવું એવો પણ કોઈ નિયમ નથી છતાં પણ આપણી દિશાવિહીન અપેક્ષા ઓ તો એકસરખું જ ચાહે છે જે કહી ના કહી આવનારા દુઃખ ને આવકારે છે...પ્રકૃતિ પણ એકસરખું કંઈ જ નથી ધરાવતી..નદી કાંટા કંકર માંથી ઉબડ ખાબડ રસ્તા પરથી જ વહેતી રહે છે એ પણ સીધો રસ્તો નથી માંગતી....દરિયો મોજા ઓ કે લહેર ને એકસરખી તીવ્રતા થી કિનારે પોહચવા જ નથી દેતો...ને ઉગતા કે આથમતા ભાણ ના પણ સમયો બદલાયા કરે છે..તો શું કામ આપડે આ સરસ લચીલી વળાંકો લેતી જિંદગીને કરોડરજ્જુ ના કોઈ રોગ ની જેમ મારી મચોળી ને સીધી રીતે જીવવી છે...જયારે આપડે ખુદ શુ એકસરખા સંતુલન માં ચાલીએ છીએ.....શુ રોજ એકસરખા વાણી ને વર્તન થી વર્તિને વહીયે છીએ .....જવાબ ના જ આવશે શોધવા નો પ્રયત્ન પણ ના કરો...જિંદગી ની રચના ઈશ્વરે ખૂબ સરસ કરી છે આપડે એ લાયક નથી કે કોઈ નવા પ્રયોગો કરી ને એમા સુધારા વધારા કરીએ બસ જેવી છે વાંકી ચુંકી જીવતા જઈએ...આવી જશે બધુંજ.!
Moral-- expectations destroy many things...So being a liberal human being n stay away from all this meaningless expectations.
-Hina modha

Gujarati Whatsapp-Status by Hina Modha : 111029800
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now