Hindi Quote in Whatsapp-Status by Simran Jatin Patel

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Hindi daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ કેવો હોવો જોઈએ...??

પ્રેમ કેવો હોવો જોઈએ...??
એકી નજરે થઈ જાય એવો કે...
પછી નજર મળ્યા વિના જ થઈ જાય એવો...


પ્રેમ કેવો હોવો જોઈએ...??
આપણા કહ્યા પછી સમજે એવો કે...
પછી આપણા મૌનને પણ સમજે એવો...


પ્રેમ કેવો હોવો જોઈએ...??
આપણને હસતા જોઈ ખુશ છે એમ માને એવો કે...
પછી આપણી હસી પાછળનું રુદન સમજે એવો...


પ્રેમ કેવો હોવો જોઈએ...??
આપણી મજબૂરી બને એવો કે...
પછી આપણી તાકાત ને હિંમત બને એવો...


પ્રેમ કેવો હોવો જોઈએ...??
જે માત્ર લાખો વાયદાઓ કરે એવો કે...
પછી આપણી હર ઈચ્છા વગર વાયદે નિભાવે એવો...


પ્રેમ કેવો હોવો જોઈએ...??
પ્રેમ કરતા શીખવે એવો કે...
પ્રેમ સમજતા શીખવે એવો...


કે પછી જેવો હોય એવો...
બસ એક વાર થઈ જાય એટલે પત્યું...


પ્રેમ કેવો હોવો જોઈએ...??
આપનું શું કહેવું છે...?
પ્રેમ કેવો હોવો જોઈએ...??
કહો જોઈએ...??
#સાંઈસુમિરન ....

Hindi Whatsapp-Status by Simran Jatin Patel : 111029774
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now