Gujarati Quote in Whatsapp-Status by Nirav Patel SHYAM

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Confession # કહો કે જીવનની confusion

કહેવાય છે કે ભોળાનો ભગવાન હોય છે. પણ મારો ભગવાન આજસુધી મને મળ્યો નથી. મારો સૌથી મોટો વિક પોઇન્ટ બધા ઉપર વિશ્વાસ કરી લેવાનો. ગમે તે આવી મારા વિશ્વાસનો મારા ભોળપણનો ફાયદો ઉઠાવી જાય. મને ખબર છે કે સામેવાળી વ્યક્તિ મને છેતરી રહી છે તે છતાં પણ હું એના ઉપર વિશ્વાસ મૂકી એમ માનું છું કે એ મને એકવાર તો સમજશે ? પણ એવું કંઈજ થતું નથી, અને છેલ્લે મને નિરાશા જ મળે છે. પ્રેમ હોય કે પૈસા હું આંધળો બનીને કોઈ વ્યક્તિ માટે ખર્ચી નાખું પણ એ એના સ્વાર્થ માટે જ મારો ઉપયોગ કરી મને છોડી દે છે. ઘણી ભૂલો મેં કરી છે, ઘણા પૈસા પણ મેં વેડફયા છે બસ એજ આશાએ કે કોઈ મારુ થઈને રહે, પણ કોઈ થતું નથી છેલ્લે તો હું એકલો જ હોઉં છું.

Gujarati Whatsapp-Status by Nirav Patel SHYAM : 111029514
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now