તલપ...
ક્યારેક મન ની વિવશતા એ,
ક્યારેક નસીબની પરિક્ષા એ,
રડાવી છે આંખોને એ હદે,
દિલ પાષાણ બને ક્યાં મોટી વાત હતી !
આશા એક ફૂલની,
મહેંકતી એક ફૂલવારીની,
ચકનાચૂર બને પળમાં,
દિલ પાષાણ બને ક્યાં મોટી વાત હતી !
તલપ હતી જેને ચાહવાની,
તલપ હતી જેને પામવાની,
નજર લાગી જાય આવી ખુશીઓને,
દિલ પાષાણ બને ક્યાં મોટી વાત હતી !
મિલન લાડ. વલસાડ.