જે અત્ર તત્ર ને સર્વત્ર છે તે કૃષ્ણ છે.. જેમાં રંગ પણ છે ને ઉમંગ પણ છે, જેના વિચાર માત્ર થી રોમાંચિત થઈ જવાય તે કૃષ્ણ છે..જે ક્ષણ ક્ષણ માં છે જેે શ્વાસે શ્વાસે છે..જે આપણી ભીતર રક્તની સાથે સતત વહ્યા કરે છે તે કૃષ્ણ છે..એ પ્રાણમાં ઉગેલી પ્રેમની પરાકાષ્ઠા છે, જેની હાજરીની આસપાસ સતત અનુભૂતિ થાય ને છત્તાય જેને જોવા આંખો તરસી જાય તે કૃષ્ણ છે..જેને ભગવાન ગણી પૂજવા કરતા વધારે મિત્ર કહી ભેટવાનું મન થાય એ કૃષ્ણ છે...જેનું નામ રાધા સાથે જોડાઈ તો સહેજ ઈર્ષ્યા થઈ જાય એવો મારો કૃષ્ણ છે...!!!
- Nikee