તારો ને મારો સંબંધ શું છે ? આજ સુધી હું નથી સમજી શકી દુનિયા માટે તું ભગવાન હોઈશ... તત્વચિંતકો માટે તું તત્વ ... પણ મારા માટે તું મારો એક ખાસ મિત્ર છે.... દુ: ખમાં અને સુખમાં હું હમેશાં તને જોડે રાખી ચાલી છું ... મારા પ્રેમમાં પણ પહેલો તું જ છે .... અને મારી ભક્તિમાં પાગલપન અને કર્મ તું જ ..... લોકોની જેમ મારે ટીલ્લા ટપકાં કરી મારે નથી દેખાડવું કે હું તારા નજીક છું..... મારે તો બંધ બારણે રહી એક તારી મૂરત સામે મન ભરી નાચવું છે.... તારા ગુણ ગાવા છે... તારી સાથે લડવું છે..... તારી આંખોમાં જોઈ પ્રેમ સાગર તરવો છે.....
તારા જન્મ દિવસે લોકો જુગાર રમે છે... જોઈ સાચે બહુ દુ: ખ થાય છે કેમકે તે તો જુગાર ન રમવા માટેનું ઉદાહરણ આપ્યું તું પણ આજ શકુંની જીત્યો છે.....આજે હિન્દુ ધર્મનો ઝંડો લઈ બધા ફરે છે.... પણ ગીતા કેટલાયે વાંચી...મર્મ કેટલાએ જાણ્યો..... ??? અડધુ જ કેહવુ છે .... બાકી વિચારવાનું તો આપણે જ છે....