'કિંજલ દિપેશ પંડ્યા' એટલે 'કુંજદીપ'
તમને યાદગાર એવા આ શ્રી કૃષ્ણ જન્મોત્સવ ના દિવસેજ આવેલા આ તમારા જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.
આમતો નામ જ પૂરતુ તમારું કિંજલ એટલે નદીનો કિનારો આ માત્ર નદીનો કિનારો નથી પણ એ જ કિનારો વૃક્ષો માટે એમના ખીલવાનું, પોષણ મેળવવાનું સ્થળ હોય એમજ એમની સાથે રહી શ્રી કૃષ્ણ ની સમીપ હોવાનો અનુભવ થાય છે...
તમારી આ શ્રી કૃષ્ણ તરફની તલપ, તમારી લાગણી જે તમારા શબ્દો થકી રચો છો અદ્ભુત હોય છે. સદા આમજ રચતા રહો અને અમને લાભ આપતા રહો એવી શુભકામનાઓ...
તમારો દિવસ શુભ રહે, તમારી જીવન યાત્રા સુખ દાયી બની રહે, તમારી શ્રી કૃષ્ણ સાથેની સમીપતા નવા ઉચ્ચ આયામ પર રહે એવી શુભકામનાઓ સાથે જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ....