ક્યાં જઉં...??
મારું મન આજે મને જ કોરી ખાય છે,
કયાં જઉં આજ હું મને જ લઈ ને,
આ જગત માં સૌ સૌના મન ને જ,
માની બેઠાં છે સત્! પછી હું કયાં જઉં,
મન ખોલી ને તુજ ને સોંપ્યું મેં તો,
પણ હું સમજી ના શકી આ ભુલ થઈ,
આજ મને જગત લાગે છે ખોબા જેટલું ,
ને મન મારું દરિયો! પછી હું કયાં જઉં,
હે ઈશ્વર બનાવ તું મને બુંદ,
કે પછી હાસ્ય,
હું સદાય રહેવા ચાહું છું,
'એના' જ મુખ પર.