મારો કૃષ્ણ એટલે મારો આદર્શ... મારા માટે એ એક શિક્ષક છે....આ યુગ નો શિક્ષક, કે જેને શીખવાળ્યું કે વાત જો ધર્મ ની હોય તો સગા સામે પણ પડવું પડે... જેને કર્મ અને ફળ શુ હોય એનું જ્ઞાન યુદ્ધ ભૂમિ માં સારથી બની ને આપ્યું...કૃષ્ણ એ થિયેરી માં વિશ્વાસ ન રાખીને દરેક પરિસ્થિતિ ને પ્રેક્ટિકલ કરી ને બતાવી...મિત્રતા અને પ્રેમ ની પરિભાષા મારા વ્હાલા એ આપી... કુશળ વક્તા, કુશળ કર્તા, શ્રેષ્ઠ વિચારક, પૂર્ણ પુરુષોત્તમ, એક ચંચળ એવું બાળક, જ્ઞાની, મિત્ર, લવ ગુરુ, જગતગુરુ, રાજનીતિજ્ઞ, ભક્ત નો દાસ, અદભુત વ્યક્તિત્વ, સુંદર ચરિત્ર, સ્ત્રી નો રક્ષક ,મુરલી મનોહર એવા અનેક કિરદાર માં શ્રેષ્ઠ...એને જ શીખવ્યું કે ગમે તે સંજોગો માં તમારા પાત્ર ને ન્યાય આપો...એને જ સમજાવ્યું કે આત્મા એજ પરમાત્મા...જય શ્રી કૃષ્ણ...