*પ્રેમનો કોઈ કાળ હોતો નથી,*
*તો પછી કેમ પ્રેમ ઘણી વખત ભૂતકાળ થઈ જાય છે ?*
*સાચો પ્રેમ ક્યારેય હતો થતો નથી પણ સાચો પ્રેમ કાયમ છે જ રહે છે.*
*સમયની સાથે સજીવન થતો રહે એ પ્રેમ છે.*
*પ્રેમ ડૂસકું બનીને કણસવો ન જોઈએ,*
*પ્રેમ તરસવો જોઈએ,*
*પ્રેમ વરસવો જોઈએ,*
*પ્રેમ ગરજવો જોઈએ,*
*પ્રેમ મહેકવો જોઈએ
* પ્રેમ જીવવો જોઈએ.*
*પ્રેમને જિવાડવો માણસના હાથની વાત છે.*
*પ્રેમ શું છે એ એને પૂછો જેણે પ્રેમ ગુમાવ્યો છે...