શોધું છું તને.....
શોધું છું હું હરરોજ સમયે સમયે તને...
દિલના કોઈક અજાણ્યા ખૂણે રોજ મળી જાય છે તું મને..
નથી કોઈ આશ રુબરુ થવાની
છતાંય શોધું છું હું હરરોજ સમયે સમયે તને...
સપનાઓ સાથના અનેક હતા...
આભાસી છતાંય એ નેક હતા..
પામું છું પળે પળે હું મને ..
જ્યારે શોધું છું સમયે સમયે તને...
આભમાં ચિત્રો દોરી જ્યારે...
રંગો પૂરું પ્રેમના ત્યારે...
આખો બંધ કરી ખુદને ખોલું પામવા તને..
ત્યારે..
આવી હરરોજ ક્ષણે ક્ષણે
મારી અંદર જ તું મળે મને...
ક્ષણભર માટે સપનાઓ ઉજાગર થાય છે ત્યારે...
ફરી આંખો ખોલું ને ન મળે તું જ્યારે...
વિખેરું, ફમફોળું હું મારામાં તને..
કદાચ ક્ષણે ક્ષણે આવી મારી અંદર ફરીવાર મળે તું મને...
- BHAVESHSINH