અહીં આવવું -જાવું, જગત ની રીત છે
કહો, જે થશે ને થાય છે,એ ઠીક છે
કોઇએ બગાસું ખાધું,ને જબકી ગયો!
ને કોઇ ને આવી,અઘરી છીંક છે
એ ગોળ લઇને, ગાય ને પંપાળતો
ને ત્યાં આખલા એ,મારી અઘરી ધીક છે
અવળી જ વાતો ને, હર કોઈ સાચી કહે
ને હું સાચું કહું છું,એની મને બીક છે
વળી,મો બગાડી,કેવું એ મલકી રહ્યાં!
લોકો કહે છે રે',નાઇસ ક્લિક છે
દૂર ના સંબંધો, રે'છે મોજ માં
ને પાસ હોય તેની,તબીયત વીક છે!
લાગશે નહીં ભાર, તને મન વાત નો
ગર,મોં માં આવે વાત ,જીકોળા જીક જે
બોલો,કેટલાં મંથન પછી,અમૃત મળ્યું?
પણ,દેવતાં ને,રાહુ કેતુ ની બીક છે
પહેર્યો વારંવાર ,પછી ઉતરી ગયો!
ઓ લટકે ઝભ્ભો જ્યાં ,ભીંતે ખોડેલી ખીંટ છે
જોજે પતંગ સાથ ,અળગી થાય ના
પાકી કરેલ દોર,એ બરાબર વીંટજે
જોજે એ છેડો જરીક, અડકી જાય ના
કે મારો લાલો ,પુષ્ટાવેલો અધિક છે
આમ તો હું આટલું ,બબડું નહિ
પણ,તમે સમજુ છો,એ વાત ની ઉમ્મીદ છે
ગર સમજાયું હોય તો,આવો આનંદ માં
નહિ તો આપણું મસ્તક!,ને સામે ભીંત છે?
ઝલક