બાળપણની મીઠી યાદોને શબ્દોમાં કંડારવા ,
એ લખોટી ,ભમરડો ને સાતોડિયું ફરી યાદ કરવા ,
ચાલને ભેરુ આપણે એક પુસ્તક લખીએ ...
વરસાદના પાણીમાં કાગળની હોળી દોડાવવા ,
ઝરમર પડતાં વરસાદમાં છબછબિયાં ને
યાદ કરવા ,
ચાલને ભેરુ આપણે એક પુસ્તક લખીએ ...
ટાયરના પૈડાને રોડ પર દોડાવવા ,
શેરીની ક્રિકેટ ને શબ્દોમાં સજાવવા ,
ચાલને ભેરુ એક પુસ્તક લખીએ ...
વોટ્સએપ અને ફેસબુક ની દુનિયા ભૂલીને ,
બાળપણની યાદને તાજી કરવા ,
ચાલને ભેરુ એક પુસ્તક લખીએ ...!!