આ સમય કોઈ નો સગો નથી હોતો... આજે તમારો છે તો કાલે કોઈ બીજા નો આવશે... ઇતિહાસ ગવાહ છે સમય જ મારે છે ને સમય જ તારે છે...' કાબે અર્જુન લૂંટયો વહી ધનુષ વહી બાણ...' સમય થી મોટો કોઈ જખ્મ નથી ને સમય થી મોટી કોઈ દવા નથી... તો પછી આ બધુ હું પણુ શેના માટે છે? આજે તમારો સમય છે તો લોકો તમારી વાહવાહી કરે છે કાલે તમે જ હશો ને જમાનો બોલવા પણ તૈયાર નહિ હોય...'કલ ઓર આયેંગે નગમો કી ખીલતી કલીયા ચૂનને વાલે, મુજસે બેહતર કેહને વાલે તુમસે બેહતર સુનને વાલે... ' એટલુ જ કેવું છે કે આ માન અપમાન ભૂલી જાવ આ કશું પણ તમારા માટે નથી...તમારા સમય માટે છે... સમય જ બળવાન છે... આતો માણસ ને ભ્રમ છે પોતાના બળવાન હોવાનો...