દોસ્ત,
એક ખૂબ જ હળવાશભર્યો શબ્દ...!
બધાં જ પ્રકારની પીડાઆેનો ઈંલાજ...!
અેક અેવો સંબંધ જે મેં મારી જાતે જ પસંદ કર્યો છે,
હ્રદયનાં તારથી જોડાયેલા ને
લાગણીથી તરબતોળ અેક અણમોલ નજરાણું,
જેની ગાળોમાં પણ મજા છે,
જેની લાત-બુસટમાં પણ મોજ જ મોજ છે,
જેનું ખોટું બોલવું પણ અેક હાસ્યરસ છે,
ને જેનાં વિશે લખવા બેસું તો
કદાચ કાગળો હોય કે સમય,
બધું જ આેછું પડે...!
મિત્ર કહું કે સખા, ભેરુ કહું કે ભાયબંધ,
દોસ્ત કહું કે મારો વ્હાલો ભયલો,
સાથ આપતો આવ્યો છે ને તો આપતો રહેજે,
જો જે હો !
ઘડપણમાં મને લાકડીનાં ટેકાની જરૂર ન પડે,
એ જવાબદારી તારી...! હાહાહાહાહા ^o^ (~_^)