આજે તો આ ચા પણ ગળે ના ઉતરી મિત્રો... જયારે એને એમ કહ્યું કે, 'તું તો બહુ આગળ નીકળી ગઈ... પણ મારી જોડે ચા પીવા વાળા ક્યાં જતા રહ્યા? તને તારી સફળતા મુબારક... બસ મને મારા ચા partners પાછા આપી દે... તને એકાંત ગમે છે તો તું માણ... પણ મને તો મારા એ મિત્રો ગમતા તા...તને શાંતિ ગમતી હશે... બાકી મને તો રાગડા તાણતા તમારા ગીતો ગમતા તા... તને પૈસા નો મોહ હશે.. પણ મને તો હજુ પણ મિત્રતા નો જ મોહ છે...તને ભલે મોંઘા કપ માં મને પીવી ગમતી હોય.. પણ મને તો હજુ એ પ્લાસ્ટિક ના કપ યાદ છે..બધા જતા રહ્યા ને...? ખાલી હું જ રહી ગઈ ને? અને તોય તું સફળ? વાહ .....'