ટોમ એન્ડ જેરી
ઘસઘસાટ નીંદમાં ટોમ ઊંઘતો હતો ત્યારે તેના અધખુલ્લા મોમાં જેરીએ ફટાકડો મૂકી, દિવાસળી ચોપી, તે દરવાજા પાછળ સંતાઈને કાનમાં આંગળીઓ ખોસી.
બૂમ...!!
ટોમનું મોં કાળુંમેંશ થઈ ગયું. દિવસે તારા દેખાવા લાગ્યા. ખિલખિલ હસતાં જેરીને દેખી ટોમનો પિત્તો છૂટક્યો! તે મોટો હથોડો લઈ જેરીની પાછળ નાઠો... ત્યાં જ સામે કદાવર કૂતરો ધસી આવ્યો. હથોડો કુતરાના માથા પર પછાડી, તે બમણી ગતિએ નાઠો...! ક્રોધિત કૂતરો હથોડો લઈને ટોમની પાછળ નાઠો... દોડતો ટોમ સુકવાતા કપડાંમાં વીંટળાઇ પડ્યો. મિત્રને બચાવવા જેરીએ સિટી મારી. કુતરાએ પાછળ વળીને દેખ્યું એ મોકો લઈ ટોમે કૂતરાના માથે કપડું વીંટી ધોઈ નાંખ્યો. ટોમે મિત્રતાનો હાથ લંબાવી જેરીનો આભાર માન્યો.
#FriendshipStory