Gujarati Quote in Hiku by Tanvi Tandel

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

 સુખદ સમય
અહા, વેકેશન પડતાજ .... 
મામાના ઘરે દોડી જાતા રે. 
મામી વ્હાલથી ખવડાવે ને મામા વાપરવા રૂપિયો આપતા રાજી થતાં રે.
બાળપણ મને સાંભરે રે.
દરિયાકાંઠે રેતીનું ઘર બનાવી, ઢીંગલા ઢીંગલીએ રમતા રે..
કેટલી મોજ સંગાથ હતી.
હાલ સાચૂકલું પોતાનું ઘર છતાં....
જવાબદારીનો બોઝ હાથ રે.
અગણિત ઈચ્છાઓ હ્રદય ના ઊંડાણે, 
પૂરી કરવા ચોવીસ કલાક કરતાં વેત્રું રે.
બાળપણ મને સાંભરે રે.
મમ્મી પપ્પાનો હાથ ઝાલી 
મેળામાં ફરવા જતાં રે, ઢગલો રમકડાં ને અસંખ્ય તોફાનો
ના સમય સાચવવાની માથાકુટ...
ના કશીયે ફિકર.બસ કલબલ કલબલ કલરવ કરતા
અલ્લડતાથી હરતા - ફરતા  ને રમતા
બાળપણ મને સાંભરે રે.
સૌના લાડકવાયા બની..મુઠ્ઠીમાં 
દરેક ક્ષણે છલકતો પ્રેમ રે.
આજને ધૂંધળી કરતી ભૂતકાળની મીઠી યાદો રે
બાળપણ ના વીસરાશે રે.
સાહેબની સોટીના ડરે ફટાફટ લેસન કરતા રે.
મિત્રો સાથે મળીને કેટલાયે અજબ ગજબ તોફાનો સર્જતા રે.
આજે ના ડર છે ના એ સમય છે, છતાં તોફાનો કરવાની હિમ્મત નથી.
બાળપણ મને સાંભરે રે.
બસ મળી જાય ઓલું... ' ટાઈમ મશીન' 
સુખદ સંસમરણો થી ભર્યા સુગંધિત.....
બાળપણ માં જઈ થોડા દિવસ કરવો વસવાટ રે.....
બાળપણ મને સાંભરે રે.!!!!!
                  - તન્વી કે ટંડેલ.

Gujarati Hiku by Tanvi Tandel : 111025394
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now