લોહીના સંબંધ for compitition
શહેરમા કોમી તોફાન,ને લોહીની નદીઓ. એક અનાથાશ્રમ ઉપર મોટા અક્ષરે લખેલુ,અહી લોહીના સંબંધો છે.આગેવાનને થયુ,ભાઇ ભાઇના ગળા કાપે આ તો અનાથાશ્રમ.નવો શિકાર.
દરવાજો તોડવો ના પડયો,બાળકે ખોલ્યો. આગેવાને વિચાર્યુ,ચાલો આને તો એક ઘા યે ઘણો ..આગેવાને પૂછયુ,તું કઈ જાતિનો?બાળક દોડયો,આગેવાનને થયુ ડરી ગયો પણ તરત જ હાથમાં સોય લઇને આવ્યો.આગેવાન કઇ વિચારે એ પહેલા એની આંગળીમાથી ટપકું લોહી કાઢી કહે તમારૂ લોહી લાલ છે.અહીના બધાની જેમ.આપણે એક જાતિના.આગેવાન શું બોલે?
સોયનો ઘા તલવારને ભારી

Gujarati Story by Bharti Bhayani : 111023670
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now