નથી હોતો...
જ્યારે સમય હોય છે ત્યારે સમજ નથી હોતી
ને જ્યારે સમજ આવે ત્યારે સમય નથી હોતો
આ ડુંગરના એ પથ્થરોની કંઈ પૂજા નથી હોતી
ને લાખો હથોડે ઘડાયો હોય એ પથ્થર નથી હોતો
હસે એ રડે છે જીવનની ગતિ સરખી નથી હોતી
જો ભીતર જુઓ હસતો ચહેરો એ હસતો નથી હોતો
જીવનમાં લાચારીથી મોટી કોઈ સજા નથી હોતી
ને મજબૂરી ના હોય તો કોઈ ગુનેગાર નથી હોતો
પશુ હો પંખી કે માણસ પળનીયે ખબર નથી હોતી
છતાંય કોણ છે એવું જેને ભવિષ્યની ચિંતા નથી હોતી
-Rakesh