Dedicate to all ''MOTHER'S'' અત્યારે ચૈત્રી નવરાત્રી ના પવિત્ર દિવસો ચાલી રહયા છે તો સૌપ્રથમ માં શક્તિ માં ભવાની માં નવદુર્ગા માં મહાકાળી માતાજી ના શ્રી ચરણોમાં વંદન.... આપણે માતાજી ને યાદ કરીએ જ છીએ પંરતુ જે માં એ આપણને જન્મ આપ્યો તેને પણ વંદન કરવા જોઈએ તો જ માં જંગદબા માતાજી રાજી થશે... વિશ્વમાં ગમે તે દેશમાં જાવ કોઈ પણ જગ્યાએ 'માં' તમને હમેશા માં એ સરખી જ લાગશે.. બાળકને માં જેટલો કોઈ પ્રેમ આપી ના શકે.. તે ગમે તેટલુ મોટું થઈ જાય પણ માં માટે તે બાળક જ રહે પ્રેમ એટલો જ કરશે... માં એ શકિત સ્વરૂપ છે. માં તત્વ ને વંદન.. જેની ઉપર માં પ્રસન્ન થઈ હોય ને એને દુનિયામાં કોઈ સામે હાથ ફેલાવો ના પડે.. એમની દુઆઓ સીધી અસર કરે છે જયાં કોઈ દવા કામ નથી લાગતી ત્યાં...