જિંદગી એક ખુલા આસમાન ની જેવી જીવાય...જે અનંત ને અડગ હોવી જોઈએ...જ્યાં સ્વતંત્રતાની કિરણ હંમેશા અજવાળું પાથરતી હોય...જ્યાં વિશ્વાસ ને પ્રેમ બંને અખૂટ રીતે થતા હોય..આમ જોવો તો જિંદગીનો કોઈ રંગ જ નથી છતાંય એના જેવી બેહદ રંગીન બીજું કંઈ છે પણ નહીં અને હોય પણ નઈ એવી જીવવી જોઈએ...એક પતંગિયાની
માફક....સફળતાના આકાશ માં ઉડી ને પાછું ફરી ઉડવા એ ધરતી પર આવે છે...ને જ્યાં પણ બેસે એના રંગો વેરે જ છે એ પણ સેળભેળ કર્યાં વગર એની નાનકડી જિંદગીને ખૂબ અદાથી જીવે છે...તો બસ આપડે પણ આવું રંગીન પ્રકૃતિને અનુસરીને જીવી શકીએ ને...!!!
-Hina