આમ જ ગાલ લાલ લાલ, ને ગુલાબી રંગનો ટચ છે,
સ્મિતમાં છુપાયેલું કમાલ, શું ગુલાબી રંગનો કમાલ છે?
નથી જરૂર કોઈ શણગારની આ ભીની મૌસમમાં,
ખુદ કુદરતનો આ સવાલ, શું ગુલાબી રંગનો કમાલ છે?
નજરો મળી ને હૈયું ધબક્યું એક અજાણ્યા તાલે,
છવાયો છે ચારેકોર ખ્યાલ, શું ગુલાબી રંગનો કમાલ છે?
ઝૂકી પલકો ને છવાઈ ગઈ એક માસૂમ શરમ,
જોઈ તારો આ લાલ નિખાર, શું ગુલાબી રંગનો કમાલ છે?
દુનિયા આખી ફિક્કી લાગે તારા આ નૂર સામે,
તારા અસ્તિત્વનો આ ગુલાલ, શું ગુલાબી રંગનો કમાલ છે?