Gujarati Quote in Whatsapp-Status by वात्सल्य

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"માઁ તે માઁ બીજા બધા વગડાના વા "
,,,

ત્તને આ ધરતી પર લાવવા કેટલાયે વ્રત ઉપવાસ માનતા બાધા એમણે કરી હશે! અંતરનાદ અને આર્તનાદ થકી તું માઁ ના ઉદરમાં આવ્યો હશે! કેટ કેટલી પરેજી પાળી હશે! અગણિત ધક્કા દવાખાને ખાધા હશે! તારા પપ્પાની કાળી મજૂરીની બચત બધી જ તારા દવાખાનામાં અને તું તંદુરસ્ત જન્મે એ માટે એ મૂડી દવાખાને ખર્ચાઈ હશે! નવ નવ માસે ભાવતું ભોજન એ માં એ ત્યાગ્યું હશે! નવ નવ માસ સુધી અસહ્ય પીડા સહી હશે,કેટલાય દિવસના ઉજાગરા થયા હશે! તને પેટમાં પીડા ના થાય એટલે દવાખાને જઈ એ માં એ ઈન્જેકશન ખાધા હશે,ગમતું ફરવાનું,ગમતાંને મળવાનું,તારા લીધે ટાળ્યું હશે! મીંઘા કપડાં તારા માટે જ પહેર્યા વગરના જૂનાં થઇ ફાટી ગયાં હશે! આ બધું તારા માટે કર્યું હશે,દીકરા! તું નવ માસે જન્મ્યો તો એ માં એ યૌવન ચીરી ડોકટરે તને પેટીમાં રાખ્યો હશે! ત્તે છતાં તારી જન્મવાની પીડા ભૂલી એ માઁ મુખમાં મુશ્કાન રાખી,તને છાતીએ સ્તનપાન કરાવી તારા પેટની તૃપ્તિ કરી હશે! તારા કારણે આ જગતમાં બધી જ પીડા,દુઃખ,સહન કર્યું હશે! તારા ઉછેર પાછળ એ માઁ એ તમામ ગમતી પ્રવૃતિઓ ઓછી કરી છોડી દીધી હશે કેમકે તને સ્કૂલ મુકવા જવો,નાસ્તો કરવો,દફ્તર તૈયાર કરવું,સવારમાં વહેલાં જાગવું,તારાં કપડાં ધોવા,એને ઈસ્ત્રી કરવી અને નાસ્તાનો ડબ્બો ભરવો,ભાવતું બધું જ નીત બનાવવું,તારા ટ્યુશન માટે રીક્ષા કરવી,માઁ એ જાગવું,મીંઘી ફી ભરી સારી સ્કૂલ-કોલેજમાં મુકવો,મોંઘો મોબાઈલ લઈ દેવો,અને મીંઘી બાઈક આપવી,સાથે સાથે મોટરકારની માગણી સંતોષવી અને પછી એ દીકરો મોંઘી ગર્લફ્રેન્ડને બેસાડી મોંઘી હોટલમાં જમાડે અને મોંઘી બ્રાન્ડેડ ગિફ્ટ આપે અને જેણે જનમ આપ્યો,કષ્ટ વેઠ્યું એ બાપ અને માં ને જયારે એ ગર્લફ્રેન્ડ વહુ બની ઘરમાં લાવે ત્તયારે વૃદ્ધાશ્રમ દેખાડે ત્યારે એ દીકરાને શું કહેવું !! જરા વિચારજો!!!
એક નમ્ર સૂચન -"એક આંટો વૃદ્ધાશ્રમમાં ક્યારેક મારજો,સત્ય સમજાઈ જશે.....!!!!!"
. - વાત્સલ્ય

Gujarati Whatsapp-Status by वात्सल्य : 112015929
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now