શીર્ષક: ડિસેમ્બરનો ઠાઠ
વર્ષનો છેલ્લો મહિનો ને ઠંડીનો વાય છે વારો,
ગરમ કપડાં ને તાપણાનો શોખ લાગે છે ન્યારો.
ધુમ્મસની ચાદર ઓઢીને સવાર પડે છે વહેલી,
જાણે કુદરતે આખી દુનિયા બરફમાં છે મઢેલી.
ફરવા નીકળ્યા સૌ યાત્રી, છોડીને દુનિયાદારી.
ક્યાંક બરફના પહાડો તો ક્યાંક દરિયા દારી.
યાદોનું પોટલું બાંધીને ડિસેમ્બર લેશે વિદાય,
નવા વર્ષના સુરજ સંગાથે નવી આશા બંધાય.
મીઠી ઠંડીમાં મળે જ્યારે સ્નેહીજનોનો સાથ,
એટલે જ તો "સ્વયમ’ભુ"નિરાળો છે આ ડિસેમ્બરનો ઠાઠ.
અશ્વિન રાઠોડ "સ્વયમ'ભુ"