આજકાલ પૉશ ટાવરોમાં રહેતાં યુગલો મોટે ભાગે હાથમાં હાથ પકડીને કે સ્ત્રી પુરુષનું બાવડું પકડીને જ જતી દેખાય છે.
અમને તો કઈંક આશ્ચર્ય થાય. છુપી ઈર્ષ્યા હશે કે અમે આમ ન જીવ્યાં?
એક અંગત વાત શેર કરું? હું મારી પત્નીનો હાથ પકડી ચાલું તો એ જ કહે કે "આ તો પોલીસ ધરપકડ કરી જતો હોય એવું ફીલ થાય છે."
આમ જાહેરમાં સતત ફરવું જોઈએ કે નહીં?
નયા જમાના હૈ ભાઈ!
જો કે ઊંચી ફૂટપાથ ઉતરાવી હોય કે હાથમાં મોટો થેલો હોય કે ઉબડખાબડ રસ્તો હોય તો 'મારી એ' કહે જ છે કે 'હાથ મેરા થામ લો. '
સંસ્કૃતિની વાત છે. 1983 માં દ્વારકા કે સાવરકુંડલા માં સાથે નીકળીએ તો "બે માણા નીકળ્યાં" કહેતા લોકો. ત્યાં તે વખતે સ્ત્રી પાછળ, પુરુષ આગળ ચાલે એમ હતું. અમે અમદાવાદના એટલે સાથે ફરવું ગમે.
40 વર્ષ પછી મને આ નવું લાગે, એ યુગલો માટે સામાન્ય હશે!
તમે જોજો, વિના અપવાદે આમ જ ચાલતાં હશે. આ તો પેલીને ખ્યાલ આવ્યો હશે કે કોઈ ફોટો લેશે કે ગમે એમ, એ થોડી દૂર થઈ ગઈ. બાકીતો મનમાં કહ્યું કે ઘૂંસી જા એના પડખામાં. વિષ્ણુની પાંસળીમાંથી લક્ષ્મી પ્રગટેલ એમ