...#...ઇશ્વરની કઠપૂતળી ...#...
સર્વ માતૃભારતી પરીવારને - જય ભોળાનાથ🙏
કેમ છો બધાં?
સુખમાં તો છો ને???
ઘણી જગ્યાએ આપણે સાંભળતા હોઇયે છિયે કે આપણે ઇશ્વરની કઠપૂતળી છિયે. એ જેમ નચાવે એમ નાચવાનું!!!
ખરેખર?
સાવ આવી ઓછી માનસિકતા?
એય તે ઇશ્વરની પ્રતિકૃતિ એવા મનુષ્ય મનની?
હદ કહેવાય હો આ તો.
શું ખરેખર ઇશ્વર આપણને એના ઇશારે નચાવે છે? કે પછી આપણે જ સંસારના માયાજાળમાં લિપ્ત થઇ આપણા કર્મો થકી આજીવન ભટકી નથી રહ્યા?
કહે છે ને કે "ધાર્યું ધણીનું થાય"
સહમત ચાલો...
પણ અહિંયા એક સત્ય એ કેમ વિસરાય છે કે "ધણી પણ ધાર્યો જ થાય".
ધણી એટલે સ્વામી જ ને?
ઇશ્વરને ધણી બનાવી એના કહ્યા પ્રમાણે ચાલો તો કેમ બધું શુભ અને તમારા પક્ષમાં ન થાય?
પણ આપણે તો રહ્યા બુદ્ધિશાળી મનેખ, એમ થોડું કંઈ કોઇના કહ્યે કરવાનું હોય,ઇશ્વર હોય તો એના ઘરનો... કરવાનું તો પોતાના મનનું ધાર્યું જ. અને પછી પછડાટ ખાય ત્યારે દોષી ઇશ્વર...
વાહ રે માનવ તારી મહાનતા...
રહી વાત કઠપૂતળીની તો,
એ ઇશ્વર ભક્ત નરસૈયાના વટકલાં કરવા વૈકુંઠ છોડી ખડે પગે ભાગતો,
મીરાંબાઇના ઝેર જીરવી બતાવતો,
ક્યાંક ધગધગતા સ્તંભ ચીરી વહારે વિફરાતો,
તો ક્યાંક ધના ભગતના ધાન ભરી લાવતો,
ક્યાંક યાજ્ઞસેનીના ચીર પૂરી જાતો,
તો ક્યાંક માળી બની જાતો,
અરે એ તો દાસોનોય દાસ બની જાતો.
તો આમાં કઠપૂતળી કોણ જણાય છે, ઇસમ કે ઇશ્વર?
આપણો ઇષ્ટ આપણું માવતર છે અને આપણે એની સંતાન છિયે.
અને કોઇ માવતર એની સંતાનને કઠપૂતળી બનાવે ખરાં?
જેમ આપણું સંતાન આપણી ચિંધેલી સત્ની રાહ પર ન ચાલતા અવળું થાય અને આપણે એના પ્રત્યે કઠોર બનીએ છિયે, ઠીક એવી જ રીતે ક્યાંક આપણે પણ મોહ,માયા,મૃગતૃષ્ણા,અહ્મ,લોભ,દ્વેષ, ઇર્ષા અને દંભના આવરણમાં આવીને આપણા ઇષ્ટની બતાવેલ રાહ મૂકીને અવળી રાહે ચઢીને એના કોપને પાત્ર નથી બની રહ્યા?
વિચાર કરજો...
કઠપૂત નહીં, ઇશપૂત બની જશો...
હર હર મહાદેવ સૌને જય ભોળાનાથ...