લાગણી જેવું કંઈ હોતું નથી,
પ્રેમ જેવું ય કંઈ હોતું નથી;
ચાલતું રહે છે જીવન વિશ્વાસથી,
શ્વાસ જેવું ય કંઈ હોતું નથી;
માણસાઈ હો તો સઘળું કામનું,
જ્ઞાન જેવું ય કંઈ હોતું નથી;
તું છે મારામાં તો જીવું છું ખરો,
લાશ જેવું ય કંઈ હોતું નથી;
વાત છે સઘળી જનમના ફેરની,
મોત જેવું ય કંઈ હોતું નથી..!!
- પંકજ ગોસ્વામી 'કલ્પ'