🙏🙏માંની કૂખમાં જ જીવનું મૃત્યુ.
જેને હજુ દુનિયા જોઈ જ નથી.
કોઈ ગૂનો પણ કર્યો નથી છતાં પણ જન્મ પૂર્વ જ મૃત્યુદંડ!
કેવી નિર્દયતા?
તે પણ માણસ દ્વારા જ.
જાનવરો સારા કહેવાય કે શિક્ષિત નથી.
છતાં પણ તેમનામાં શિશુ પ્રત્યે અનહદ્ સ્નેહભાવ હોય.
ખુદ મૃત્યુને શરણ થઈજાય છે કિન્તુ તેનાં શિશુને આંચ પણ ના આવવા દે.
તેવું જાનવર સારું કહેવાય જેનામાં મમત્વ ભાવ છે
જ્યારે માણસ બસ એક દીકરી જન્મવાની છે.
તે તેનાં દિમાગી શિક્ષણ દ્વારા પૂર્વ જ જાણી ગયો.
બસ તે દીકરીના જન્મ પૂર્વ જ.
મૃત્યુ માટેની તૈયારી કરવા લાગ્યો.
હૈયામાં પણ આટલી હદે ધૃણા સમાવી શકે?
ખરેખર તે માણસ છે?
એક લાચાર માં સામે જ પોતાના રક્તને નામશેષ કરવાનું સાહસ.
અરે સાહસ ના કહેવાય આતો દુઃસાહસ કહેવાય.
આવા 'દુઃસાહસ ને મજબુરી' નું ઉપનામ ના આપવું જ બહેતર રહે.
આવા કૃત્યો કરનાર માણસો કરતાં તો જેના પુતળા બાળે છે તે રાવણ લાખ દરજ્જે સારો હતો.🦚🦚