એક વિચાર
( ભોજનમાં મિઠાસ)
- કૌશિક દવે
વિચારો કે તમે જુના જમાનામાં છો.
લાકડા અને કોલસો વાપરો છો.
આ વપરાશ કરવાથી કાળો ધૂમાડો થતો હતો.
પણ જમવામાં મિઠાસ આવતી હતી.
હેત અને પ્રેમથી લોકો જમતા અને જમાડતા હતા.
જમાનો બદલાયો.
લગભગ દર બીજે ત્રીજે દિવસે કે શનિવાર અને રવિવારે બહાર જમવાનું વધી ગયું કે ઓનલાઇન મંગાવવાનું વધી ગયું.
દેખાદેખી અને દેખાડો થવા લાગ્યો અને પહેલા જેવો પ્રેમ પણ રહ્યો નથી.
ગેસ પર બનતી વાનગીઓમાં પહેલા જેવી મિઠાસ લાગતી નથી કે ઓછી મિઠાસ લાગે છે.
હા..જો ગેસ પર ભાવથી બનાવેલી વાનગીઓને હેત, પ્રેમ અને ભાવથી પીરસવામાં આવે તો મિઠાસ જરૂર આવે છે.
વાનગીઓ બનાવનાર ગૃહિણી પર આધારિત છે.
અને ભોજન આગ્રહ કરીને જમાડે તો પણ એમાં એનો સ્નેહ ભાવ દેખાય છે.
ટુંકમાં કહું તો પ્રેમથી પીરસેલી ખિચડી કે રોટલો પણ મીઠો લાગે છે.
- કૌશિક દવે