ભૂંસીને ભરવું
ભૂંસીએ એ ઉતાર-ચડાવને,
જેણે રોક્યા પગલાં, વધાર્યા ઘાવને.
ભૂંસી નાખો એવી કઠોર વાતોને,
અને નકારાત્મક વલણોને.
દિલમાંથી કાઢો જૂની યાદોનો બોજ,
જગ્યા કરો,
આત્માને આપો નવો ખોજ.
ભૂંસી નાખો જિંદગીમાંથી,
કરો ખાલી જગ્યા,
નવી વસ્તુ ને નવા સપનાં ભરવા માટે!
બસ આ જ છે: ભૂંસો, ખાલી કરો,
અને પછી પ્રેરીને ભરો.
DHAMAK