🙏🙏સાંજે મેદાનમાં ટોળું ભેગું થયું હતું, જોરશોરથી રાવણને બાળવા માટે!
બસ મુખ્ય મહેમાન તરીકે નેતાજીની રાહ જોવાતી હતી.
જે રાવણનું દહન કરવાનાં હતાં.
નેતાજી આવ્યા સ્ટેજ પર ચડ્યા ત્યાં જ ટોળામાંથી બે મહિલાઓ પરસ્પર વાત કરવા લાગી.
અરે આની પર તો બે બે બળાત્કાર અને મારઝૂડ નાં કેસ ચાલે છે.
.નેતાજીએ હાથમાં ધનુષ્ય લઈને સળગતું તીર રાવણના પુતળા તરફ માર્યું.
બસ બધા પુતળા નો રાવણ સળગી ગયો તેની ખુશી મનાવવા લાગ્યા, પુતળાનો રાવણ હો,,,!! અલવિદા.🦚🦚