દશેરા....,
રાવણ વધનું પર્વ. અધર્મ પર ધર્મનો વિજય.
સતયુગમાં પણ અધર્મ હતો.
આ રહ્યો ઘોર કળિયુગ અધર્મ હશે તો કોઈ આશ્ચર્ય થવું જોઈએ ?
બિલકુલ નહીં.
હા એટલું ચોક્કસ કહી શકાય કે સતયુગના રાવણને કળિયુગી માણસોને અગ્નિદાહ આપવાનો કોઈ હક નથી.
અગ્નિદાહ કહ્યું બાળવાનો તો જરા પણ હક ના હોવો જોઈએ.
બાળવું અને અગ્નિદાહ શબ્દો ઘણું સુચવી જાય છે.
હું અંગત રીતે તો કદી રાવણને 'બાળવાનો' સમર્થક ના બનું.
મારા થોડા મનોમન અંગત તર્ક સાથે સહમત થઈને કહું છું.
હા તેમનાં મૃત્યુની યાદમાં તેમનાં શબના પ્રતિકને શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ આપીને અગ્નિદાહ ચોક્કસ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ભગવાન રામે રાવણને વીરગતિ આપી હતી. રામ ઈશ્વર રહ્યા દશેરાના દિવસે રાવણને સન્માનપૂર્વક અગ્નિદાહ આપ્યા હશે કે આપવા કહ્યું હશે.
મારું અંગત મંતવ્ય રહ્યું.
કેમકે રાવણ ભલે રાક્ષસ વંશમાં રહ્યા પણ તે રહ્યા હતાં બ્રાહ્મણ પુત્ર!
અરે, યુદ્ધમેદાનમાં મૃત્યુની અંતિમ ક્ષણો ગણતાં રાવણ સમીપે ધર્મ, રાજ્ય વ્યવસ્થા વગેરેનું જ્ઞાન લેવા પોતાના ભાઈ લક્ષ્મણને રામ પોતે જ મોકલે છે.
હવે પોતાના વિવેક થી વિચારો.
બ્રાહ્મણ પુત્રનું મૃત્યુ બાદ શ્રી રામ તેમના શબને ખોટી રીતે બાળે?
કદી નહીં પરંતુ સન્માનપૂર્વક અગ્નિદાહ જ આપે ક્ષત્રિય ધર્મ નિભાવે.
રાવણ તે સન્માનને લાયક હતા જ.
તેમાં જરા પણ શંકા નથી અને રહેશે પણ નહીં.
રાવણમાં અઢળક ગુણો હતા તે જ્ઞાની, પરમ શિવભક્ત, પરાક્રમી, બળવાન,ચાર વેદોનો જ્ઞાતા સાથે જ પરિવાર પ્રિય.
તેની સામે તેમનો એક દુર્ગુણ હતો જે તેમનાં બધાં જ ગુણો પર અને તેમનાં મૃત્યુનું કારણ બન્યો.
અહંકાર.
બસ આ એક અધર્મી દુર્ગુણે રાવણના ધર્મ લક્ષી ગુણોનું હનન કરી નાખ્યું.
જે હશે તે પરંતુ આજે રાવણને જે રીતે બાળવામાં આવે છે તે કદી યોગ્ય કદી નથી.
એક પારકી સ્ત્રીનું તેની મરજી વિના હરણ કરવું રાવણનો અક્ષમ્ય ગુનો છે.
એ જ હરણ કરીને લાવેલી સ્ત્રી સીતાને તેની મરજી વિરુદ્ધ સ્પર્શ ના કરવો તેનું 'જ્ઞાન અને ડાહપણ' છે.
કોઈ કહેશે કે જો રાવણ સીતાને સ્પર્શ કરતાં તો તેનું મૃત્યુ થતું આ તર્ક ગળે ઓછો ઉતરશે.
કેમકે પુષ્પક વિમાનમાં હસ્ત પકડીને જ સીતાને બેસાડ્યા હશે.
શાસ્ત્રોમાં પણ આ પ્રમાણે લખ્યું નથી કદાચ એ મુજબ હોત તો પણ રાવણ સીતાને અશોકવાટિકામાં માનસન્માન સાથે ના રાખતો પોતાના શયનખંડમાં બંધક બનાવીને આંખો સમક્ષ રાખતા.
રાવણ નાં મૃત્યુનું કારણ બસ ફક્ત તેમનો અહંકાર હતો. જે તે સમયે સર્વસમર્થ હોવાથી જન્મ્યો હશે.
જેની પાસે હદથી વધું આવી જાય છે ત્યારે અહંકાર જન્મે જ છે પછી આતો રાવણ હતો સુવર્ણ લંકાનો સ્વામી.
યુદ્ધના મેદાન પર પણ એક વીરને શોભે તે રીતે યુદ્ધ કર્યું.
કપટથી નહીં.
નહીં તો એ અયોધ્યા પર પણ આક્રમણ કરતા.
ત્યાંની પ્રજાને પ્રતાડિત કરીને રામને પાછા જવા માટે વિવશ કરતા.
પોતાની માયાથી સમૃદ્ધ સેતુ બનાવામાં વારંવાર અડચણો નાંખતા.
મારા માણ્યા અને જાણ્યા સુધી એવું કંઈ કર્યું નથી બસ શત્રુને શોભે તે રીતે યુદ્ધભૂમિ પર યુદ્ધ કર્યું.
અંતે હરિ હાથે મૃત્યુ અરે મૃત્યુ નહીં મોક્ષ પ્રાપ્ત કર્યા.
આપણે બસ થોડા આપણા અજ્ઞાન થી રાવણને બાળવા નીકળ્યા છે.
જરા વિચારવા રહ્યું કે જેને મારવા રામને નીકળવું પડે તે વ્યકિતમાં કંઇક તો માણસ કરતાં વધુ ક્ષમતા હશે.