" સેજ ફૂલોની "
જિંદગીએ સરગમ રેલાવી ફૂલોની.
જાણે ચૂંદડી કોઈએ લહેરાવી ફૂલોની.
ઉપવનમાં ભીનાં પગલાં કર્યાં કોણે છે?
શું મુલાકાતે શબનમ પણ આવી ફૂલોની?
તારી અધખૂલી આંખો જોતાં લાગે છે,
પ્રભાતે ફૂલછોડે કળી ખિલાવી ફૂલોની.
કર્યું છે સમર્પણ જીવન એમના પ્રેમમાં,
લો અમે પણ હવે કસમ ખાધી ફૂલોની.
જાશું તોય "વ્યોમ" દિલમાં વસીને જાશું,
સજાવીને સેજ અંતિમ મેં રાખી ફૂલોની.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.